અત્યારનું વાતાવરણ અને જગતના પ્રવાહોને દ્રષ્ટિ સમક્ષ રાખવાજ રહયા. તેની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. એટલે જો લોકશાહીમાં જીવવું હશે તો તો કેળવણીનું મહત્વ સમજવું જ પડશે
મજહબનું ફરમાન છે કે ચીન સુધી જવું પડે તો જાવ પણજ્ઞાન પ્રાપ્ત કરો.
કુરઆનમાં લખ્યું છે કે દરેક મોમીન મરદ ઓરત પર ઈલ્મ હાંસીલ કરવું ફરજ છે
છતાં આપણી ધોર નિંદ્રા ઉડતી નથી. આ આપણી નિષ્ક્રીયતા આપણને ક્યાં લઈ જશે તે વિચારીએ છીએ ત્યારે કંમ્પારી આવે.
હમણાંજ પ્રવાસમાં અમુક નાના ગામોથી મુલાકાત લીધી. ત્યાં જાણવા મળ્યું કે ગામમાં નિશાળ છે પણ છોકરા ને ભણવા મોકલતા નથી, મને કહેવા દો એ જાલીમ મા-બાપો યાદ રાખો કયામતના દિવસે આપે જવાબ આપવો પડશે. છોકરાઓને અજ્ઞાન રાખી તમારા સાધારણ સ્વાર્થ જેવા કે પાણી વાળવું, ઢોર ચારવા અને ચાર છ આનામાં હોટેલના કપ ધોવા શું તમોને નથી લાગતું કે અમો અમારા છોકરાઓની જીદગી બરબાદ કરી રહ્યા છીએ?
આવા મા-બાપોનો જાલીમ કહેવા તે અમારી દ્રષ્ટિએ ઓછું છે એથી વધુ સારૂ કોઈ વિશેષણ હોત તો તેનો ઉપીયોગ કરત.
બાળકોને અજ્ઞાન અંધકારમાં રાખી તેને માટે લાખોની મિલકત મુકી જશો તો પણ નકામી છે.
ઈલ્મ હશે તો દિન અને દુનિયા આબાદ હશે. ઈલ્મનો પ્રકાશ નહિ હોય કેળવણીનું મહત્વ હજુ નહિ સમજીએ તો યાદ રાખો અત્યારની પછાત દિશામાં જીવી રહ્યા છીએ અને બરબાદીના પંથે નાવ જઈ રહી છે તે ઉંડી ગર્તામાં ફેંકાઈ જશે અને નામો નિશાન નહિ મળે.
અભણતા અને અજ્ઞાનતાએ આપણે ક્યાં સુધી બરબાદ કર્યા છે એ પર આપે કદી વિચાર કર્યો છે? જો વિચાર કર્યો હોત તો કદી તમે તમારા બાળકોને અભણ ન રાખત. હજુ સમય છે જાગ્યા ત્યારથી સવાર ગણી આજે જ આપ આપના બાળકને કેળવણી તરફ વાળો અને ભાવી પેઢીના શ્રાપથી બચો.
– અનીસ
અખિલ સૌરાષ્ટ્ર સિંધી સમાજનું મુખપત્ર.
સિન્ધી સમાજ – અંક ૨૧મો
મંગળવાર તા. ૨૦-૫-૧૯૫૮




