ફોટો આલ્બમ

ફોટો આલ્બમ

બનાસકાંઠા અતિવૃષ્ટિ અસરગ્રસ્તોને સહાય વિતરણ

જુલાઈ ૨૦૧૭ માં બનાસકાંઠામાં થયેલ અતિવૃષ્ટિએ અનેક લોકોના જીવ, ઘર-જમીન, પાળેલાં પશુ વગેરે છીનવી લીધું. આ દુઃખ ભરી સ્થિતિમાં રાજ્ય સરકાર તથા અનેક સામાજિક સંસ્થાઓએ આગળ આવી અસરગ્રસ્તોને શક્ય તેટલી મદદ કરી તેમને ફરી પગભર થવામાં મદદરૂપ બનવા પ્રયાસો કર્યા છે. ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ પણ આ નેક કાર્યમાં જોડાયું હતું. ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ ના કાર્યકરોએ સંધિ સમાજનાં ઘરે ઘરે જઈને જીવન જરૂરી વસ્તુઓ જેવી કે કપડા, ચાદર, ગોદડા, ધાબળા, ચપ્પલ, બિસ્કીટ ના પેકેટ વગેરે એકત્રિત કરી તેને વ્યવસ્થિત રીતે બનાસકાંઠા ના અસરગ્રસ્ત વિસ્તારો સુધી જાતે જઈને જરૂરતમંદ લોકોને વિતરણ કર્યું હતું.


સ્કૂલ કીટ વિતરણ કાર્યક્રમ ૨૦૧૭ – અમદાવાદ.

તા. ૨૦  અને ૨૧ મે ૨૦૧૭ ના રોજ ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ અમદાવાદ દ્વારા અમદાવાદ તથા ગીબપુરા ના સંધિ વિદ્યાર્થીઓ કે જે નર્સરી થી ધો. ૧૨ સુધી માં અભ્યાસ કરે છે તે તમામ વિદ્યાર્થીઓ ને સ્કૂલ કીટ (સ્કૂલ બેગ, નોટબુક્સ, લંચબોક્ષ) વિતરણ નો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો જેમાં ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ ના કાર્યકરો તથા કમિટી મેમ્બર્સે ઉત્સાહ પૂર્વક ભાગ લઇ દરેક વિદ્યાર્થી ને ઘરે ઘરે જઈને સ્કૂલ કીટ આપવામાં આવેલ.



૧૧મી શરીફ ની નિયાઝ (તા.૦૮/૦૧/૨૦૧૭) – અમદાવાદ.

અસ્સલામુઅલયકુમ,

તા. ૮ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ તરફથી અગિયારમી શરીફની નિયાઝનું સુંદર આયોજન કરવામાં આવેલ. નિયાઝ અગાઉ મિલાદ શરીફ તેમજ સન્માન સમારંભ નો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર બિરાજમાન સંધિ સમાજના સભ્યોનું સન્માન કરવામાં આવેલ, જેથી યુવાનો તથા અભ્યાસ કરતા બાળકો તેમજ વાલીઓને તેમાંથી પ્રેરણા મળી શકે અને સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવી શકે.

મોટી સંખ્યામાં સંધિ સમાજના સભ્યો એ હાજર રહી ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ ના કારોબારી સભ્યો તથા સમાજની સેવા કરવા થનગની રહેલા યુવા કમિટી મેમ્બર્સનો જુસ્સો વધારી સમાજને આગળ લાવવા માટે હજુ વધુ સારા આયોજન માટે પ્રેરણા પૂરી પાડી હતી.