સંધિ મુસ્લિમ સમાજની અટકો
| અનુ. | અટક | પેટા શાખા | સમાનતા અન્ય જ્ઞાતિઓમાં | રીમાર્ક |
|---|---|---|---|---|
| ૧. | અબડા | દેદા અબડાણી | જાડેજા રાજપૂત | દેદા-જાડેજાની એક ઉપશાખા છે. સિવાય નામ અબડા અબડાણીના વંશજો પણ અબડા તરીકે ઓળખાય છે. |
| ૨. | આરિયાણી | — | — | દલ રાજપૂતની એક શાખા મૂળ પુરુષઆરિ ઉપરથી |
| ૩. | ઉઢેજા | — | — | સમાવંશી જામલાખાના ઘુઘરાના એક પુત્ર ઉઢા ઉપરથી ઉઢાનાં વંશજો |
| ૪. | ઉનડ, ઉનલ | — | — | જામ ઉનડના વંશજો |
| ૫. | કચ્છી | — | નાગર તથા કેટલાંક મીયાણા કુટુંબો નાગર તરીકે ઓળખાય છે. | કચ્છીએ સ્થળ સૂચક ઓળખ છે. કેટલાંક સમાત્રી તથા સુમરા પોતાને કચ્છી તરીકે ઓળખાવે છે. |
| ૬. | કલર | — | ભાટી – રાજપૂત | ભાટી રાજપૂતની કલુરાવ શાખાનું અપભ્રંશ કલર થયું |
| ૭. | કાઠી | — | હિં. કાઠી – કોળી વગેરે | વાગડ કચ્છમાં કાથોડિયા નામક સંધિની પેટા જ્ઞાતિ છે. પરંતુ કાઠી સાથે તેમનો સંબંધ જણાતો નથી. |
| ૮. | કાંચા | — | હિં. જાડેજા રાજપૂત | કચ્છના જામ આમરજીના પુત્ર કાચાજી જાડેજા ઉપરથી |
| ૯. | કીરિયા | — | — | અરબના એક કબીલાના નામ ઉપરથી આ શાખા ઉતરેલ હોય તેમ જણાય છે. |
| ૧૦. | કુરેશી, ખુરેશી | — | કસાઈ, મતવા, સિપાઈ, જુલાયા | અરબોના પ્રખ્યાત કબીલા કુરેશી ઉપરથી આ શાખા ઉતરી છે. તે સિવાય ધર્મ પરિવર્તન થી અન્ય જ્ઞાતિઓ કુરેશી તરીકે ઓળખાય છે. |
| ૧૧. | કોરેજા | — | સેતા મુસ્લિમ ગરાસિયા | આ શાખા પણ આરબોની શાખા હોવાનું સંભવે છે. |
| ૧૨. | કાતિયાર | — | યુ. પી. ના હિં. કાઠી વિગેરે | કાતિયાર વિષે જાણકારોમાં મતભેદ છે. એક માન્યતા મુજબ તેઓ સંઘાર છે. જયારે બીજી માન્યતા અનુસાર સમાત્રી છે. |
| ૧૩. | ખવડ, ખોડ | — | કાઠી | મૂળ મકવાણા રાજપૂતની એક શાખા છે. અને કચ્છમાં વસવાટ કરે છે. |
| ૧૪. | ખેભર, ખેબર | — | — | આ શાખાના ઉદ્ભવ બાબતે કશી જાણકારી પ્રાપ્ત નથી |
| ૧૫. | ખોખર | — | હિન્દુમાં કેટલીક પેટા જ્ઞાતિઓ તેમજ સિપાઈ મુસ્લિમ | પરમાર રાજપૂતની શાખા |
| ૧૬. | ગરાસિયા | — | રાજપૂત, ઠાકરડા, ભીલ | આ અટક ગરાસદારી ભોગવટા સાથે સંબંધિત છે. |
| ૧૭. | ગામેતી | — | મૈયા, ભીલ તેમજ ગુજરાતી અન્ય ગરાસદાર જાતિઓ | આ ઓળખ પણ ગ્રામપતિનું અપભ્રંશ રૂપ છે. |
| ૧૮. | ગજણ | — | જાડેજા | જાડેજા રાજપૂત જાતિની જાણીતી શાખા છે. મૂળ પુરુષ જામ રાયણ ઉપરથી |
| ૧૯. | ગાહા-ઘાહા ધાવડા | ખાનાણી, જામાણી, રામદેવ પોત્રા રણમલાણી પેથાણી પચ્છમાઈ | — | હાલના કુનરિયાના જામશ્રી પૃથ્વીરાજજી ઘાહા છે. પચ્છમમાં ઘાહા સત્તાધિશો હતા |
| ૨૦. | ગોહેલ | — | હિંદુ રાજપૂત અને અન્ય હિંદુ જ્ઞાતિ | કચ્છના ગોહેલ રાજપૂતના ધર્મ પરિવર્તન પછીના મુસ્લિમો. તેઓ ઘણી જ ઓછી સંખ્યામાં છે |
| ૨૧. | ગંભીર | — | — | આ કોઈ વંશની શાખા કે ઉપશાખા હોવાનો સંભવ છે |
| ૨૨. | ઘુઘા | — | — | સમા વંશી શાખા છે |
| ૨૩. | ચાનિયા, ચાંડિયા | — | આહિર | બીન સમાત્રી. સૌરાષ્ટ્ર સિવાય કચ્છ અને સિંધમાં વસે છે. તેઓ વિરતા અને સાહસ માટે જાણીતા છે |
| ૨૪. | ચાવડા | — | હિંદુ રાજપૂત તથા અન્ય મુ. ઘાંચી સિપાઈ તથા અન્ય જ્ઞાતિ | કચ્છના ચાવડા રાજપૂતના વંશજો છે |
| ૨૫. | ચૌહાણ, ચવાણ, સુવાણ | — | હિંદુ રાજપૂત સિપાઈ તથા અન્ય જ્ઞાતિ | સિંધના ચૌહાણ રાજપૂતોના ધર્મ પરિવર્તન બાદ તેઓના વંશજો |
| ૨૬. | જાખરા, જખરા | — | — | સમા વંશની શાખા. જામ હાલાજીના પુત્ર જખરાજી ઉપરથી |
| ૨૭. | જમાદાર | – | હોદ્દા સૂચક આ ઓળખ વડોદરા બાજુના કેટલાંક સિંધી મુસ્લિમો ધરાવે છે. | વંશ પરંપરા જમાદાર-સેનાપતિ પદનો અધિકાર ભોગવનાર જુદી જુદી શાખા વાળા |
| ૨૮. | જામ | – | હિંદુ જાડેજા રાજપૂત | સમા જાડેજાની રાજવી પદવી |
| ૨૯. | જામોતર, જામોત | – | – | સમા જાડેજા વંશમાં જામ પછીની પદવી |
| ૩૦. | જીયેજા, જેહેજા | – | – | સમા વંશી જામ હાલાજીના પુત્ર જીણાજીના વંશજો |
| ૩૧. | જુણેજા | અનમ, અનૈયા, કતીરા, કાછેલા, ખીરધરિયા, જામપઠાઇ, દધા, મુલા, રિઢાર, વેડિયા, વિરાણી, હજામડા, હાલાણી | હિં. રાજપૂત, સિપાઈ, મેર, ડફેર, ફકીર, મુસ્લિમ હજામ | સમા વંશી જામ હાલાજીના પુત્ર જુણાજીના વંશજો |
| ૩૨. | જોખિયા | – | – | સમા વંશીની પ્રાચીન શાખા છે. તેઓના મૂળ પુરુષ જેહોજી ઉપરથી |
| ૩૩. | ઝાલા | – | હિં. રાજપૂત તથા અન્ય હિંદુ જ્ઞાતિ | ઝાલા વંશી રાજપૂતોમાં ધર્મ પરિવર્તન કરી સંધિમાં ભળેલ છે. જે બહુ જ ઓછી સંખ્યામાં ઘર છે. |
| ૩૪. | ટાંક | – | હિં. માં કુંભાર, કડિયા, અન્ય જ્ઞાતિ તેમજ મુ. માં મલેક, પિંજારા | ટાંક મૂળતો પંજાબના રાજપૂત છે. હિંદુ તથા મુસ્લિમ જ્ઞાતિઓમાં વહેચાયેલા છે. મહંમદ બેગડાના પૂર્વજો ટાંક રાજપૂત હતા. |
| ૩૫. | ઠકરાઈ | – | હિં. રાજપૂત તથા મોલેસલામ વર્ગની અન્ય જ્ઞાતિઓ | ગરાસદારી – ઠકરાતનો ભોગવટો કરનાર સમાત્રી અને બીન સમાત્રી |
| ૩૬. | ડહેરા | – | – | જામ હાલાજીના પુત્રો ડહેરાના વંશજો |
| ૩૭. | ઠેબા, થીબા થેબા | અરધન, ઉંદરપીછા, જદુરાઈ, ફુલાણી, મુંભાણી તથા સિંધાડિયા, લુહારિયા અને સક્કરિયાણી |
– | જામ ઉનડના પુત્ર થેબાજીના વંશજો થેબા, ઠેબા તરીકે ઓળખાય છે. |
| ૩૮. | થૈયમ, થઈમ | – | ઘાંચી મુસ્લિમ | મૂળ અરબના કુરેશી કબીલાની શાખા છે. તેઓનું સિંધમાં રાજ હતું. બીન સમાત્રી છે |
| ૩૯. | થુડિયા | – | – | સમા વંશી છે. થુડિયા નામક મૂળ પુરુષ ઉપરથી શાખા ચાલી છે. |
| ૪૦. | ત્રાયા, તરાયા | આરિયાણી, કાકા, દેદા, દોલા, સજ્જા, મહીદાણી | કચ્છમાં જુદું અસ્તિત્વ ધરાવનાર મીયાણા. તેઓનો સંધિ સાથે વ્યવહાર છે. | ત્રાયાના થોડાક કુટુંબો સંધિ સાથે ભળેલ છે. બાકીના મીયાણા તથા અન્ય જ્ઞાતિઓ સાથે વ્યવહાર છે. |
| ૪૧. | દલ | – | હિં. જાડેજા રાજપૂત તથા ખવાસ | જામગજણની એક શાખા છે. |
| ૪૨. | દલપૌત્રા | – | – | સમાત્રી છે. |
| ૪૩. | જાડેજા | અબડા, ગજણ, જુણા, ઓઠા, હોથી, મોડ, વેણ, મોકરશી, દોણકિયા | જાડેજા, રાજપૂત, વાઘેર-મેર | સમા વંશની આ જાણીતી શાખા છે. |
| ૪૪. | દોણકિયા | – | – | આ ખેંગાર જાડેજાની નવી ઉદ્ભવેલી શાખા છે. |
| ૪૫. | દેદા | – | હિં. જાડેજા રાજપૂત | જાડેજા રાજપૂતની જાણીતી શાખા છે. |
| ૪૬. | દેથા | – | ચારણ | ફૂલ સમાની એક શાખા. |
| ૪૭. | નારેજા | ફૂલ | – | મોડ સમાની ઉપશાખા છે. |
| ૪૮. | નાંય | જમાદાર | – | ઉનડવંશી – જામ ઉનડ વંશમાં જામ રાયધનની શાખા – રાણીનાં નામ ઉપરથી. |
| ૪૯. | નોતિયાર | – | – | જામ ઉનડ વંશમાં જામ રાયધનના સુપુત્ર નોતિયારના નામ ઉપરથી શાખા |
| ૫૦. | નંદા | – | – | જામ ઉનડના વંશમાં જામ બામણિયાના પુત્ર નંદાના વંશજો |
| ૫૧. | પટા | – | – | અજ્ઞાત / માહિતી મળતી નથી |
| ૫૨. | નોડી, નોડે, નાયડા, નોડિયા | ટાઢાઈ-બેલાઈ પલી, ભાંભિયા, રાવ, અરબાબ | – | સમા વંશના જામ હાલાજીના વંશજોની શાખા છે. |
| ૫૩. | પઢિયાર | — | હિં. રાજપૂત તથા અન્ય જ્ઞાતિ | સિંધ તથા કચ્છના પઢિયાર રાજપૂતના ધર્મ પરિવર્તન પછીના મુસ્લિમો |
| ૫૪. | પઠાણ | — | પઠાણ, સિપાઈ | તેમના પૂર્વજો સિંધમાંથી આવી સમાત્રીમાં ભળ્યા અને સંધિ તરીકે ઓળખાયા |
| ૫૫. | પરમાર | — | હિં. રાજપૂત તથા અન્ય મુસ્લિમ જ્ઞાતિ | સિંધ-કચ્છમાં વસતા પરમાર રાજપૂતો ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનતા સંધિમાં ભળ્યા |
| ૫૬. | પબડા | — | મુ. હજામ | જામગજણની ખાંખીમાં પબડા નામ ઉપરથી |
| ૫૭. | પલેજા | — | મુ. હજામ | સમાવંશી જામહાલાજીના પુત્ર પલીજા ના વંશજો |
| ૫૮. | પાવરા | — | — | મૂળ સિંધના જનજ્ઞાતિના હોવાનું કહેવાય છે. |
| ૫૯. | ફૂલાણી, ફૂલ, ફલાણી | — | — | દેદા જાડેજાની ફૂલ ઉપશાખા |
| ૬૦. | બરંદ | — | — | સિંધપતિ જામ લાખા ઘૂઘરાના ફૂલના વંશજો |
| ૬૧. | બાયડ | — | હિં. કારડિયા તથા અન્ય જ્ઞાતિ | બાયડ-બારડ મુસ્લિમો કચ્છમાં વસે છે. તેઓ બીન સમાત્રી છે. |
| ૬૨. | બાલાચ | — | હિં. જાડેજા રાજપૂત | જામ ઓઢાની વંશમાંની એક શાખા |
| ૬૩. | બેલીમ, બહેલીમ | — | સિપાઈ-કસાઈ | — |
| ૬૪. | બુટા, ભૂટા | — | હિં. જાડેજા રાજપૂત | સિંધ તથા કચ્છનાં રાજપૂત તથા મુસ્લિમો છે. સમાત્રી છે. |
| ૬૫. | બુકેરા, ભુકેરા | — | — | કચ્છ-સૌરાષ્ટ્રમાં વસતા બુકેરા બીન સમાત્રી છે. |
| ૬૬. | બંભા | — | — | સમાવંશની પ્રાચીન શાખા. |
| ૬૭. | બુધિયા | — | — | સમાત્રી છે અને સૌરાષ્ટ્રમાં બહુજ ઓછી સંખ્યામાં જોવા મળે છે. |
| ૬૮. | બુઢા | — | — | સમાવંશી મધરાની ઉપશાખા. |
| ૬૯. | ભાટી, ભટી | ભદ્રામ, ભદુઆ, મેણ, કલર | હિં. રાજપૂત અને અન્ય જ્ઞાતિ મોલેસલામ, સિપાઈ, મીયાણા | — |
| ૭૦. | ભલુર | — | — | અજ્ઞાત છે. |
| ૭૧. | ભાવર | — | — | ચૌહાણ રાજપૂતની શાખા |
| ૭૨. | મકવાણા | — | હિં. રાજપૂત, કોળી, સિપાઈ અને અન્ય જ્ઞાતિ | થર-પારકર સિંધના મકવાણા રાજપૂતે ઇસ્લામ સ્વીકાર્યા પછી સંધિમાં ભળ્યા. |
| ૭૩. | મેણુ | — | — | ભાટી રાજપૂતની શાખા |
| ૭૪. | મડમ | — | આહિર | સૌરાષ્ટ્રમાં ગોંડલ બાજુ થોડા ઘરો છે. |
| ૭૫. | મશાયખપૌત્રા | — | — | મશાયદ પૌત્રાનો અર્થ પીરઝાદ થાય છે. |
| ૭૬. | માંધા | — | — | સમાત્રી છે. |
| ૭૭. | મુંધ | — | — | સમાવંશની પ્રાચીન શાખા. જામ પલીના પુત્ર મુંધજી ઉપરથી શાખા આવી. |
| ૭૮. | મોકરશી | — | હિં. જાડેજા રાજપૂત | જામ ઓઢાના વંશજો મોકરજી નામક પૂર્વજ ઉપરથી |
| ૭૯. | રાજા | — | લુહાણા | સમાત્રી છે અને કચ્છ-સૌરાષ્ટ્રમાં વસે છે. |
| ૮૦. | રાઉમા, રાયમા | ગાહા, ગરાસિયા મણ, ચાણકિયા, મોમિયા, સધાણી મલેક, લાખાણી, બલક, સરકાણી, હાલા | — | સમાવંશી જામ હાલાજીના વંશજો. |
| ૮૧. | રાયબ | — | હિં. જાડેજા રાજપૂત | જામ સોઢા જાડેજા વંશજ રાયબ પરથી ચાલેલી શાખા. |
| ૮૨. | મહેર, મેર | — | હિં. મહેર | બીન સમાત્રી છે અને રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં ગણનાપાત્ર વસ્તી છે. |
| ૮૩. | મલેક | — | સિપાઈ તથા અન્ય મુસ્લિમ જ્ઞાતિઓ, હિં. જ્ઞાતિઓ | મલેક (રાજા) આ પદવી વરચક ઓળખ છે અને જુદી જુદી જ્ઞાતિમાં જોવા મળે છે. |
| ૮૪. | મંધરા, મુંદ્રા | — | — | ઉનડવંશી જામ રાયધનનાં એક પુત્ર મંધરા ઉપરથી તેના વંશજો |
| ૮૫. | મોડ | — | હિં. જાડેજા રાજપૂત, ખવાસ વગેરે | જામ ગજણની ખાંખીમાં થયેલ છે. |
| ૮૬. | રાવ, રાઉં | — | હિં. જાડેજા રાજપૂત | જામ ગજણના વંશજો. |
| ૮૭. | રાઠોડ | — | હિં. રાજપૂત, સિપાઈ તથા અન્ય હિંદુ-મુસ્લિમ જ્ઞાતિઓ | સિંધ-કચ્છમાં વસતા રાઠોડ ક્ષત્રિયો ધર્મ પરિવર્તન પછીથી સંધિમાં ભળેલ છે. |
| ૮૮. | રુંઝા, રૂજા | — | — | ધાહા સમાત્રી સમાની એક ઉપશાખાને રુંઝાજી પુરુષ ઉપરથી |
| ૮૯. | રાવકીડા, રાવકરડા, રાવકુંડા | — | — | સિંધપતિ જામ ઉનડના વંશમાં થયેલ હાલાજીના પુત્ર રાવ નામક પુત્ર પરની શાખા-વંશજો |
| ૯૦. | લખમીર | — | — | કોઈ માહિતી મળેલ નથી. |
| ૯૧. | લાખાણી | — | મેમણ, લોહાણા, સથવારા, હિં. રાજપૂત | હિંદુ જાડેજા રાજપૂત તથા રાયમાની-રાયમાની ચાણક્ય શાખા ઉપરથી. |
| ૯૨. | લાખીયાર | — | — | સિંધના જામ વેરાજીના પુત્ર લાખીયારના વંશજો. |
| ૯૩. | લાખા | — | — | જામ લાખાનાં વંશજો. |
| ૯૪. | વાઘેલા | — | — | સોલંકી રાજપૂતની જાણીતી શાખા. ધર્માંતર બાદ કેટલાંક કુટુંબો સંધિમાં ભળ્યા. |
| ૯૫. | વેણ | — | — | જામ ઓઢાનાં વંશના જામ મલવાજીનાં પુત્રના વંશજો |
| ૯૬. | વિશળ, વિશર | — | — | બહુજ ઓછી સંખ્યા ધરાવનાર વિશળ લોકો જુનાગઢ-રાજકોટ બાજુ સિવાય જોવા મળતા નથી. આ બાબતે સંશોધન જરૂરી છે. |
| ૯૭. | શેખ | — | સિપાઈ, ફકીર, ઘાંચી વગેરે | સિંધ-કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં વસેલ આ સમાવંશી સાથે આવી ભળ્યા. સમાત્રી છે. |
| ૯૮. | સમા, સુમા | — | મીયાણા, ડફેર, વાઘેર, સિપાઈ, જુલાયા, ખાટકી, મચ્છીમારા વગેરે | વિશેષત: ઘાહા લોકો સમા તરીકે ઓળખાય છે. તેમજ અન્ય શાખાની ઓળખ ઉપર થી ઓળખાય છે. |
| ૯૯. | સમેજા, સકરિયાણી | — | વજીર, બકાલી, હિં. વાણંદ | નગર સમાઈના જામ કાકુના પુત્ર પલીના પુત્રો સમુનાં વંશજો. |
| ૧૦૦. | સાંધ, સાંઢ, સાંઢિયા | કાકા, દલ વગેરે | — | સમા અને સોલંકી બંને વંશમાં સાંધી જોવા મળે છે. |
| ૧૦૧. | સંઘાર | — | હિં. સંઘાર | સમા જાડેજાની સાથે પ્રાચીન સમયથી સંબંધ ધરાવનાર મોટાભાગના હિંદુ છે. |
| ૧૦૨. | સીડા | — | — | જુનાગઢ રાજ્યના કેટલાંક ગામોમાં ગરાસદારી ભોગવટો કરનારના તેઓ બીન સમાત્રી છે. |
| ૧૦૩. | સેડન | — | — | સૌરાષ્ટ્ર-કચ્છમાં જોવા મળેલ છે. તેઓના દાવા મુજબ તેઓ મૂળ રાઠોડ રાજપૂત છે. |
| ૧૦૪. | સેતા, સોતા | — | સમા મુ. ગરાસિયા | રાઠોડ રાજપૂતની એક શાખના હોવાનું પ્રચલિત છે. |
| ૧૦૫. | સેથા, સેઠા | — | — | મોડ સમાની ઉપશાખા છે. |
| ૧૦૬. | સિરમાણ | — | — | સમા વંશની શાખા છે. |
| ૧૦૭. | સીપિયા, સુફિયા | — | — | — |
| ૧૦૮. | સુમરા | ઘોઘાણી, તાણીયા, વાખાણી, મટુપોત્રા, હમિરાણી | — | સિંધના પ્રાચીન રાજવંશી સુમરા બીન સમાત્રી છે. |
| ૧૦૯. | સોરા | — | — | યદુ વંશની આઠ મુખ્ય શાખામાંથી એક શાખા સોરા છે. |
| ૧૧૦. | સોલંકી, સોરંકી, સુરંગી | — | હિં. રાજપૂત, સિપાઈ, મીર તથા અન્ય જ્ઞાતિઓ | સોલંકી રજપૂતો ધર્માંતર બાદ સમાત્રી સાથે ભળી ગયા. બીન સમાત્રી છે. |
| ૧૧૧. | સંજર | — | — | જામ હાલાજીના વંશજો |
| ૧૧૨. | હારીપૌત્રા | — | — | જામ હાલાજી સમ્માના એક પુત્ર હિંગોરજીના સમાત્રો. |
| ૧૧૩. | હિંગોરા, ધુકાઈ, ધુરા | — | — | — |
| ૧૧૪. | હાલા | — | હિં. જાડેજા રાજપૂત | જામનગરનાં જાડેજા રાજવી હાલા શાખાના છે. |
| ૧૧૫. | હાલાપૌત્રા, હાલી પોટા | — | — | જામ હાલાજી સામનાં વંશજો. |
| ૧૧૬. | હોથી | જંગ હાલાણી બાંહેરા | જાડેજા હિં. રાજપૂત | જામ હાલાજી તથા જામ રાયધણના વંશજો હોથી અટકથી ઓળખાય છે. |
| ૧૧૭. | હિંગરોજા હિંગરોજા | આભાણી, મુળવાણી, કાજી | — | સમા વંશની જાણીતી શાખા છે. હિંગોરા નામ મૂળ પુરુષ ઉપરથી શાખાના વંશજો. |
| ૧૧૮. | સોઢા | નરા-નળા, સુજમલ, ભીખા, ઘોઘા વગેરે | હિં. રાજપૂત, લોહાણા, મીયાણા વગેરે જ્ઞાતિ |
પરમાર રાજપૂતની જાણીતી શાખા. સોઢાની અસંખ્ય પેટા શાખાઓ છે. |
| ૧૧૯. | કહેર-કેર | વેણ, આખર, ભીમાણી, જેસર, ખેંગાર, રાયબ | વાઘેર | સમા વંશી જામ મનાઈના વંશજો. |
| ૧૨૦. | ઓઠા, ઓઢા | — | હિં. જાડેજા રાજપૂત | — |
સ્પષ્ટતા:
આ નિશાની સમાત્રી ઓળખ છે. સમાવંશી જુદી-જુદી શાખાઓનાં સમૂહને “સમાત્રી” કહે છે.
આ નિશાની બીન સમાત્રી સમાવંશી કૂળોની છે. પરંતુ બહુધા રાજવંશી ક્ષત્રિયોની છે. અને તેઓના પૂર્વ-સિંધ અથવા કચ્છમાંથી ઉતરી
આવેલ છે.
આ નિશાની બીન સમાત્રી અને બીન ક્ષત્રીયોની છે. જેવી કે કિરિયા-કોરેજ, કુરેશી, થયમ, મશાયખપૌત્રા, શેખ વગેરે.
જરૂરી:
અટકોની ઉપરોક્ત માહિતી પ્રમાણિક ચકાસણી-સંશોધન બાદ જ આપી છે. છતાં સંપૂર્ણતાનો દાવો નથી. કેટલીક પ્રતિકુળતાનાં કારણે ક્ષતિઓને અવકાશ હોય શકે. કોઈ અભ્યાસજ્ઞાતા પુરક માહિતી અથવા સુધારો સુચવશે તો આભારી થઈશું.
કેટલીક ઉપશાખા શાખાઓ ઓળખ માટે પ્રચલિત હોઈ તેવી શાખાઓ મુખ્ય શાખા ઉપરાંત લખી છે. તે સિવાય કેટલીક શાખાનાં ઉદ્ભવ માટે ઈતિહાસ કે દંતકથાનો કોઈ આધાર મળતો નથી.
સંદર્ભ:
- કચ્છનો ઈતિહાસ
- સૌરાષ્ટ્રનો ઈતિહાસ – શં. હ. દેશાઈ
- કચ્છ કલાધર ભાગ ૧ – ૨ – દુલેરાય કારાણી
- કચ્છના કર્ણધારો – માધવજી શિખરા
- રઘુવંશ પ્રકાશ – માધવદાન રત્નું
- સૌરાષ્ટ્રની પછાત કોમો – સૌ. પ્રધાનવર્ગ બોડી
- મચ્છુકાંઠા – મોરબી “સમાત્રી” સંધી નાતનો ધારો
- જાડેજા રાજપૂત તથા સમાત્રી મુસ્લિમોનાં વહીવંશા ભાટના ચોપડા
- સંગ્રાહકની પોતાની નોંધપોથી
- ગુજરાતનાં મુસ્લિમો – બોમ્બે ગેઝેટીયર
- મર્હુમ સુરાજી પંચાણજી સમ્માની કુટુંબપોથી કુટુંબ નોંધ
સંગ્રહ – સંશોધન
(મહંમદ હનીફભાઈ જાડેજા)
જુનાગઢ.
તા. ૦૪/૧૧/૯૬




