રાજુ સંધિના નામ પરથી રાજકોટ થયું

સિંધમાંથી કચ્છ થઈને સંધિ ઢોર ઢાંખરોની સાથે સરધાર આવ્યા. તેમાં રાજુ નામનો સંધિ બહુ બાહોશ હતો. તેણે આજી નદીના કાંઠે વસવાટ કર્યો. તેની નેસ હતી. અને તેના નામ ઉપરથી રાજકોટ થયું. તે ઈતિહાસ વિવાદિત છે. ઈ.સ. ૧૦૧૪ થી ૧૬ અરબસ્તાનમાંથી મહમદ બિન કાસીમ સિંધ પર ઇસ્લામ ની તબલીગ માટે આવ્યા ત્યારે સિંધમાં રાજા દહીર રાજ્ય …

બનાસકાંઠા અતિવૃષ્ટિ અસરગ્રસ્તોને સહાય વિતરણ

જુલાઈ ૨૦૧૭ માં બનાસકાંઠામાં થયેલ અતિવૃષ્ટિએ અનેક લોકોના જીવ, ઘર-જમીન, પાળેલાં પશુ વગેરે છીનવી લીધું. આ દુઃખ ભરી સ્થિતિમાં રાજ્ય સરકાર તથા અનેક સામાજિક સંસ્થાઓએ આગળ આવી અસરગ્રસ્તોને શક્ય તેટલી મદદ કરી તેમને ફરી પગભર થવામાં મદદરૂપ બનવા પ્રયાસો કર્યા છે. ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ પણ આ નેક કાર્યમાં જોડાયું હતું. ગુજરાતી …

સંધિ સમાજ અને શિક્ષણ

આજથી ૨૦ વર્ષ પહેલા મુસ્લિમ સંધિ સમાજ માં શિક્ષણનું પ્રમાણ ખૂબજ ઓછું જોવા મળતું હતું. તેની સરખામણી માં અત્યારે મુસ્લિમ સંધિ સમાજમાં શિક્ષણમાં વધારો અને જાગૃકતા જોવા મળી રહી છે. મુસ્લિમ સંધિ સમાજે જો વિકાસ કરવો હોય તો તેના પાયામાં એજ્યુકેશન હોવું ખૂબ જ જરૂરી છે. એજ્યુકેશન વગર કોઈ પણ સમાજ વિકાસ સાધી શકે નહિ. …

સમયનો તકાજો સમજી રફતાર મિલાવો

એક અંદાજ પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્યના જ્ઞાતિ સમૂહોમાં સંધિ મુસ્લિમ સમૂહનો ક્રમ ચોથો-પાંચમો ગણાય. આટલો મોટો વસ્તી સમૂહ આપણો હોવા છતાં રાજ્યના સ્થાનિક સ્વરાજમાં ગ્રામ પંચાયતોથી માંડીને સંસદ સભ્યો સુધીમાં આપણું લોક પ્રતિનિધિત્વ ૧% પણ પૂરું નથી. રાજ્યમાં આપણી જ્ઞાતિ સમૂહો કરતા ઘણા નાના નાના જ્ઞાતિ સમુહોમાંથી પંચાયત, તાલુકા પંચાયત, અને જીલ્લા પંચાયત, ધારાસભા તેમજ …

કેળવણીનું મહત્વ

અત્યારનું વાતાવરણ અને જગતના પ્રવાહોને દ્રષ્ટિ સમક્ષ રાખવાજ રહયા. તેની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. એટલે જો લોકશાહીમાં જીવવું હશે તો તો કેળવણીનું મહત્વ સમજવું જ પડશે મજહબનું ફરમાન છે કે ચીન સુધી જવું પડે તો જાવ પણજ્ઞાન પ્રાપ્ત કરો. કુરઆનમાં લખ્યું છે કે દરેક મોમીન મરદ ઓરત પર ઈલ્મ હાંસીલ કરવું ફરજ છે છતાં …

રાજકોટનાં સંધિ મુસ્લિમ સમાજનાં પ્રથમ ડોક્ટર

મર્હુમ ડો. મેરૂભાઈ અભરામભાઇ ઠેબા રાજકોટમાં સંધિ મુસ્લિમ સમાજમાં પ્રથમ ડોકટર તરીકે કોઈ હોય તો તે (સ્વર્ગસ્થ) ડો. મેરૂભાઈ અભરામભાઇ. રાજકોટ પાસેના શાપર (વેરાવળ) ગામમાંથી અભ્યાસ પૂરો કરીને ૧૪ વર્ષની ઉમરે રાજકોટ આવીને તે વખતના પ્રખ્યાત ડોક્ટર શામજી ટોકરશીને ત્યાં કમ્પાઉન્ડરની નોકરીમાં રહ્યા. રાત્રે અંગ્રેજીનો અભ્યાસ કરીને તેઓએ ઈ.સ. ૧૯૨૨માં સ્વતંત્ર રીતે ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ …