બનાસકાંઠા અતિવૃષ્ટિ અસરગ્રસ્તોને સહાય વિતરણ

જુલાઈ ૨૦૧૭ માં બનાસકાંઠામાં થયેલ અતિવૃષ્ટિએ અનેક લોકોના જીવ, ઘર-જમીન, પાળેલાં પશુ વગેરે છીનવી લીધું. આ દુઃખ ભરી સ્થિતિમાં રાજ્ય સરકાર તથા અનેક સામાજિક સંસ્થાઓએ આગળ આવી અસરગ્રસ્તોને શક્ય તેટલી મદદ કરી તેમને ફરી પગભર થવામાં મદદરૂપ બનવા પ્રયાસો કર્યા છે. ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ પણ આ નેક કાર્યમાં જોડાયું હતું. ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ ના કાર્યકરોએ સંધિ સમાજનાં ઘરે ઘરે જઈને જીવન જરૂરી વસ્તુઓ જેવી કે કપડા, ચાદર, ગોદડા, ધાબળા, ચપ્પલ, બિસ્કીટ ના પેકેટ વગેરે એકત્રિત કરી તેને વ્યવસ્થિત રીતે બનાસકાંઠા ના અસરગ્રસ્ત વિસ્તારો સુધી જાતે જઈને જરૂરતમંદ લોકોને વિતરણ કર્યું હતું.

જો કે, આ મોટી આફતમાં આટલી મદદથી કદાચ તેમનું બધું દુઃખ તો દૂર નહિ થાય, પરંતુ હા, અમુક નાના બાળકો, વૃધ્ધો, અને બેસહારા બનેલ લોકોને કદાચ અમુક સમય સુધી રાહત મળી શકે તેવી આશા સાથે ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજનાં કાર્યકરો એ તેમનું દુઃખ દૂર કરવા પ્રયાસ કર્યો છે.

ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદનાં કાર્યકરો અમદાવાદનાં સંધિ સમાજ તથા વેપારી મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર માને છે કે જેઓએ બનાસકાંઠાનાં અસરગ્રસ્તોને રાહત પહોચાડવા માટે ખુલ્લા દિલથી મદદ કરી. ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ અલ્લાહ પાસે દુવા કરે છે કે બનાસકાંઠાનાં અસરગ્રસ્તો જલ્દીથી ફરી સામાન્ય જીવનમાં પાછા ફરે અને ફરી તેઓ પોતાના પરિવાર સાથે પોતાના ઘરોમાં આનંદ સાથે રહેવાનું શરુ કરે, પોતાના ખેતી, વ્યવસાય ફરી શરુ કરે અને સામાન્ય જીવનમાં જલ્દી પાછા ફરે. આમીન.