રાજુ સંધિના નામ પરથી રાજકોટ થયું

સિંધમાંથી કચ્છ થઈને સંધિ ઢોર ઢાંખરોની સાથે સરધાર આવ્યા. તેમાં રાજુ નામનો સંધિ બહુ બાહોશ હતો. તેણે આજી નદીના કાંઠે વસવાટ કર્યો. તેની નેસ હતી. અને તેના નામ ઉપરથી રાજકોટ થયું. તે ઈતિહાસ વિવાદિત છે.

ઈ.સ. ૧૦૧૪ થી ૧૬ અરબસ્તાનમાંથી મહમદ બિન કાસીમ સિંધ પર ઇસ્લામ ની તબલીગ માટે આવ્યા ત્યારે સિંધમાં રાજા દહીર રાજ્ય કરતો હતો. મહમદ બિન કાસીમ થોડા માણસો સાથે લાવેલા. ઇસ્લામનાં કાનૂન અને શિસ્ત-પ્રિયતા જોઇને ઇસ્લામના ફેલાવામાં સિંધે ફાળો આપ્યો. અને ઘણા લોકોએ ઇસ્લામ સ્વીકાર્યો. આ વખતે કચ્છમાં જે રાજપૂતોએ ઇસ્લામ સ્વીકાર્યો તેઓ સંધિ મુસ્લિમ કહેવાયા. જામ અને જાડેજામાંથી ઇસ્લામમાં ગયાને સમાત્રી કહેવાયા અને બીજા બીન સમાત્રી કહેવાયા. આમ સંધિ મુસ્લિમોનો જુનો ઈતિહાસ છે.